Our objective is to provide world class technical training to trainees coming from remote locality areas, so as to enhance each of their skills, self confidence and develop in them the ability to adapt the changing technologies and increasing market demands.
Ministry of skill development and entrepreneurship, ભારત સરકાર દ્વારા સ્થાપિત એન્જીન્યરીંગ અને બિન એન્જીન્યરીંગ ક્ષેત્રો માં તાલીમ આપતી સંસ્થા.
અમો દેશના નવ યુવાનો અને યુવતીઓને કે જેમને ધોરણ ૮ કે ધોરણ ૧૦ પાસ કર્યું હોય અને ઉચ્ચતર અભ્યાસ ને બદલે રોજગારી લક્ષી કૌશલ્ય મેળવવા માંગતા હોય તેમને કૌશલ્ય કુશળતા પ્રદાન કરીએ છીએ.
તાલીમ પામેલ તાલીમાર્થી મેળવેલ પાયાની ઔધૌગિક કૌશલ્ય કુશળતાને આધારે વિવિધ પ્રકારના એકમો જેવાકે, એન્જીન્યરીંગ વર્કશોપ, ઉત્પાદકીય એકમ તેમજ સેવાકીય ક્ષેત્રો માં રોજગારી મેળવી શકે છે.
તદુપરાંત, મેળવેલ કૌશલ્ય કુશળતા ને આધારે સ્વત્રંત્ર રોજગારી પણ શરૂ કરી શકે છે.
Mr. N. S. Patel ( PRINCIPAL )આજ ના ઔધોગીકરણ ના યુગ માં વ્યક્તિ માં રહેલ વિશેષ કૌશલ્ય કુશળતા વ્યક્તિ વિશેષ તરીકે ની છાપ ઉભી કરે છે, આવડત એ તમારા ભવિષ્ય ને સુરક્ષિત કરે છે. કુશળ કૌશલ્ય ધરાવતા વ્યક્તિ ને સૌ કોઈ ઓળખે છે અને સમાજ તેને જ માન આપે છે, અમારી સંસ્થા સુરત જીલ્લા ના મહુવા તાલુકા ના વિવિધ અંતરીયાળ વિસ્તારો ના યુવાધન ને કૌશલ્ય કુશળતા પ્રદાન કરી તેમના માં રોજગારી તેમજ સ્વરોજગારી મેળવવા માટે નો આત્મવિશ્વાસ કેળવી દેશ ના વિકાસ માં ભાગીદાર બનાવવા માટે કાર્યરત છે.
નાના કે મોટા દરેક પ્રકાર ના ઉધ્યોગોમાં જુદા જુદા પ્રકારના મશીનો જેવાકે., લેથ,ડ્રીલ,ગ્રાઈન્ડર ,પંપ,મિલીંગ મશીનો ચલાવવા માટે વિવિધ પ્રકારની મોટરોનો ઉપયોગ થાય છે. રીવાઈન્ડીગની કળા એ ઈલેક્ટ્રીકલ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. રીવાઈન્ડીગ ક્ષેત્રે રોજગારીનું એક મોટુ ક્ષેત્ર વિક્સી રહેલ છે. ઉપરોક્ત માંગને પહોચી વળવા માટે મોટર વાઈન્ડર/રીવાઈન્ડર્સ ની જરૂરિયાત વધી રહી છે. તદુંપરાત ઘણી ખાનગી સંસ્થાઓ આ ક્ષેત્રે આગળ વધી રહી છે. આમ,આપણે એમ કહી શકીયે કે આ ટ્રેડ માં તાલીમ લેતા તાલીમાર્થીઓનું ભાવિ ખુબજ ઉજવળ છે.
આધુનિક યુગ માં કોમ્પ્યુટર એક અભિન્ન અંગ બની ગયું છે. દરેક ક્ષેત્રે માં કોમ્પ્યુટર નો ઉપયોગ અનિવાર્ય છે. તેથી કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન મેળવવાનું મહત્વનું છે. આ કોર્ષમાં Software Development , Database Accounting વગેરેની Basic Skill મેળવી શકાય છે.
ઔધોગિક એકમો માટે મશીન એક મહત્વનું અંગ છે. જુદા જુદા ભાગો જોડી મશીન બનાવવામાં આવે છે. મશીનોથી ઔધોગિક એકમો ચાલે છે. આ મશીનો અવિરત ચાલે એ માટે આ મશીનોનું વ્યવસ્થિત સંચાલન, માવજત, રીપેરીંગ અત્યંત આવશ્યક છે. આ માટે મિકેનીકલી ટ્રેઇન થયેલા મેન પાવરની જરૂર પડે છે. માટે 'ફીટર' ટ્રેડનું મહત્વ ધણું છે.
કોઈપણ દેશનો આર્થિક વિકાસ ઔધોગિક વિકાસ પર આધારિત છે. ઔધોગિક એકમો માટે ઇલેક્ટ્રીસીટી એક મહત્વનું અંગ છે. જુદા જુદા ઇલેક્ટ્રિકલ મશીનોથી ઔધોગિક એકમો ચાલે છે. આ મશીનો અવિરત ચાલે એ માટે આ મશીનોનું વ્યવસ્થિત સંચાલન, માવજત, રીપેરીંગ અત્યંત આવશ્યક છે. આ માટે ઇલેક્ટ્રિકલી ટ્રેઇન થયેલા મેન પાવરની જરૂર પડે છે. માટે ‘ઇલેક્ટ્રીશીયન’ ટ્રેડનું મહત્વ ધણું છે.
વેલ્ડીંગ એ એક પ્રકારની કારીગીરી છે. જેનો ઉપયોગ ફેબ્રીકેશન ઈન્ડસ્ટ્રીઝમાં , વેલ્ડીંગ, સોલ્ડરીંગ, બ્રેઝીગ જેવીક્રિયાઓ વડે ધાતુઓને જોડ્વા તેમજ કોઈ મશીન બનાવવા કે રીપેરીંગ કરવા થાય છે. જેને લીધે ઉત્પાદનનો દર વધેઅને ખર્ચ ઘટે છે. અને આ ક્રિયાથી સરળ, સસ્તા અને ઝડપી ઉત્પાદન મેળવી શકાય છે. જેથી દરેક ઉધૉગોમાં વેલ્ડીંગ માંગ સતત વધતી રહે છે.
આજના યુગમાં વાહનોનો ઉપયોગ દિન-પ્રતિદિન શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં વધતો જાય છે.જેવા કે બે પૈડાવાળા મોટર-સાયકલ ,સ્કુટર, મોપેડ,ઓટોરીક્ષા, માલવાહક, રીક્ષાઓ તેમજ મોટરકાર વગેરે ઉપયોગ સાથે તેમની રીપેરીંગ તથા સર્વિસિંગની જરૂરિયાત રહે છે.રીપેરીંગ કામ માટે નાના ગેરેજ તેમજ સર્વિસિંગ સ્ટેશનો કુટીર ઉદ્યોગો હેઠળ સમાવેશ કરવામાં આવે છે.
આધુનિક યુગ માં કોમ્પ્યુટર એક અભિન્ન અંગ બની ગયું છે. દરેક ક્ષેત્રે માં કોમ્પ્યુટર નો ઉપયોગ અનિવાર્ય છે. તેથી કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન મેળવવાનું મહત્વનું છે.
ખોરાક અને રહેઠાણ ઉપરાંત કપડા એ માનવ જીવન ની પાયાની જરૂરીયાત છે.કપડા એ પુરુષ અને સ્ત્રી નુ ઉઘડાપણુ અથવા વસ્ત્રહીનતા ને આવરે છે. તે ટાઢ ,તાપ તેમજ વાતાવરન ની વિપરિત અસરોથી બચાવે છે. જીવ, જંતુઓથી અને કામ કરતા સામે રક્ષણ આપે છે કપડા શણગાર નુ કાર્ય પણ કરે છે. અને જુદી જુદી પરિસ્થિતિમા જુદા-જુદા ડ્રેસ પહેરે છે. અને વ્યક્તિ એ પહેરેલા ડ્રેસ ને સ્વતંત્ર દેખાવ આપવા માટે શણગાર નો દેખાવ પણ વપરાય છે.
આધુનિક વિજ્ઞાન યુગમાં ઇલેક્ટ્રીસિટી તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોનું મહત્વ બહુ જ વધારે થઇ ગયુ છે અને આપણે એમ કહીએ કે તે અકલ્પિત થઇ ગયુ છે તો તેમ કોઇ અતિશયોકિત નથી. હવે ઇલેક્ટ્રીસિટી અને ઇલક્ટ્રોનિક સાધનો વગરના જીવનને કલ્પવું મુશ્કેલ છે.જે તે દેશની સમ્રૃધ્ધિનો આધાર ત્યાં કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ઉપયોગ થાય છે તેમજ તેનો કેટલા પ્રમાણમાં ઇલક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થાય છે તેના પર રહેતો હોય છે.